July 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લાનાઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્‍થિત સરકારી વિજ્ઞાન કોલેજના યુવા ટુરિઝમ ક્‍લબ દ્વારા કોલેજના પ્રિન્‍સિપલ ડૉ. દિપક ધોબીના અધ્‍યક્ષસ્‍થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને વઘઈ બોટાનિકલ ગાર્ડન અને સાપુતારા ટ્રાઇબલ મ્‍યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી.
વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રજાતિની વનસ્‍પતિઓનો અભ્‍યાસ કર્યો હતો, જેના દ્વારા છોડ શાષા અને સંરક્ષણના પ્રયત્‍નોને સમજી તેમની જાણકારી વધારી હતી. વિવિધ તજજ્ઞોએ માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને સ્‍થાનિક છોડની પ્રજાતિઓ અને પર્યાવરણમાં તેના મહત્‍વ વિશે વિસ્‍તૃત સમજ મળી હતી. ત્‍યારબાદ વિદ્યાર્થીઓને સાપુતારા ટ્રાઇબલ મ્‍યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી હતી જ્‍યાં સ્‍થાનિક આદિવાસી સમુદાયોની સંસ્‍કળતિનો સમૃદ્ધ વારસો, આદર્શો, કલા અને ઇતિહાસને પ્રદર્શન વડે સમજાવતા તેઓને સાંસ્‍કળતિક વિવિધતા સમજવામાં મદદ મળી હતી.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

વાપી ફાટકે રેલવે પાટો ક્રોસ કરતા ટ્રેન અડફેટમાં બે યુવાન કપાઈ ગયા : ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

vartmanpravah

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment