December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના સભ્‍યો-સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

ઉપ રાષ્‍ટ્રપતિ મહોદય જગદીપ ધનખડે પ્રદેશના જિ.પં. અને ન.પા. સભ્‍યો તથા સરપંચોને દિલ્‍હીના આપેલા આમંત્રણના સંદર્ભમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઉપ રાષ્‍ટ્રપતિ મહોદય શ્રી જગદીપ ધનખડે પ્રદેશના જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચો તથા નગરપાલિકાના કાઉન્‍સિલરોને દિલ્‍હીના આપેલા આમંત્રણના સબંધમાં પણવાતચીત કરી હતી.
દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો અને તેમના દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનની ખાસ નોંધ લીધી હતી.
દમણ જિ.પં. અને સરપંચોના પ્રતિનિધિ મંડળમાં દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિ.પં. સભ્‍ય મેહુલભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ધોડી, શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી સિમ્‍પલબેન અમ્રતભાઈ પટેલ, શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ. સરપંચોમાં ભીમપોરના શ્રી શાંતુભાઈ પટેલ, કચીગામના શ્રી ભરતભાઈ પટેલ, કડૈયાના શ્રી શંકરભાઈ પટેલ, દમણવાડાના શ્રી મુકેશ ગોસાવી અને દાભેલના શ્રીમતી હેમાક્ષીબેન પટેલનો સમાવેશ થતો હતો.

Related posts

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં હિટ એન્‍ડ રનનો કાળો કાયદો રદ ન કરાઈ તો તા.8મીએ પાંચ જિલ્લામાં નેશનલ હાઈવે ચક્કાજામ કરાશે : ધારાસભ્‍ય અનંત પટેલ

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અન્‍ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ

vartmanpravah

Leave a Comment