April 27, 2024
Vartman Pravah
Breaking NewsOtherદેશ

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શરૂ કરેલી વિકાસ કામોની સમીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મીનીકોય, તા. 12
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપ પહોંચી ત્‍યાં થઈ રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈપટેલના આગમન બાદ સ્‍થાનિક લોકોના સશક્‍તિકરણની દિશામાં કામ થઈ રહ્યું છે. જેના કારણે લક્ષદ્વીપમાં પણ કેટલાક સ્‍થાપિત હિતોએ પ્રારંભમાં વિરોધ કર્યો હતો. પરંતુ વિરોધની પરવા કર્યા વગર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપના વિકાસના વેગને અકબંધ રાખી નિયમિત મુલાકાત પણ લઈ રહ્યા છે અને વિડીયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી પણ અધિકારીઓને માર્ગદર્શન આપતા રહે છે. જેના કારણે આજે લક્ષદ્વીપ પણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે.

Related posts

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ પ્રકરણમાં આઈ.પી.એસ. અધિકારી આર.પી. મીણાને નહીં મળી રાહત

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment