July 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

બાઈક સવાર વાછરડાને બચાવવાના પ્રયાસમાં સર્જાયેલા અકસ્‍માતમાં નીચે પટકાતા પહોંચેલી ઈજા

જાગૃત નાગરિકો અને લોકો દ્વારા એકલા અટૂલા રખડતા મુંગા પશુઓ માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં મૂકદર્શકની મુદ્રામાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17 : દાદરા ગાર્ડન નજીક મેઈન રોડ પર યુવાન બાઈક ઉપર સવાર હતો તે સમયે અચાનક સામેથી વાછરડું આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં યુવાન બાઈક સાથે નીચે પટકાતા ઘાયલ થયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાઈક સવાર યુવાન પીપરીયાથી દાદરાની કંપનીમાં ડયૂટી પર જઈરહ્યો હતો તે સમયે દાદરા ગાર્ડન નજીકથી પસાર થતી વખતે સામેથી અચાનક વાછરડું આવી ગયું હતું. વાછરડાને બચાવવાના પ્રયાસમાં બાઇકસવારે સાઈડ પરથી ટર્ન લેતા અને ઈમરજન્‍સી બ્રેક મારવા જતા બાઈક સાથે નીચે પટકાયો હતો. જેના કારણે ઘણી ઈજાઓ પણ થઈ હતી. આ ઘટના આજુબાજુના લોકોએ જોતા તેઓ દોડી આવ્‍યા હતા અને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. અત્રે નોંધનીય છે કે, સેલવાસ તેમજ આજુબાજુના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં એકલા અટૂલા મુંગા પશુઓ જાહેર રસ્‍તાઓ ઉપર અડીંગો જમાવીને બેસતા હોય છે, જેના કારણે ક્‍યારેક ક્‍યારેક અચાનક અકસ્‍માતો સર્જાવાની ઘણી ઘટનાઓ બની છે જેમાં કેટલાક માણસોના તો કેટલાક પશુઓના પણ જીવ ગયા છે. લોકો દ્વારા વારંવાર જવાબદાર તંત્રને વિનંતીઓ અને અરજીઓ કરવામાં આવે છે કે, રસ્‍તા પર રખડતા ઢોરોને અંકુશમાં લેવા યોગ્‍ય પગલાં ભરવામાં આવે, પરંતુ આ બધું તંત્રને દેખાતું નહીં હોય એમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય એવું પ્રતિત થાય છે અને જેના કારણે વારંવાર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

Related posts

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

ઉમરગામના યુવાને ઉદવાડા રેલવે ટ્રેક પર આવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

Leave a Comment