(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના દપાડા ગામે અપાર કંપનીની બસ સ્ટાફને લઈ કંપની તરફ જઈ રહી હતી તે સમયે મોપેડ પર સવાર યુવાન ટકરાતા તેને ગંભીર ઈજા થવા પામી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈમાં જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દપાડા ખાતે આવેલી અપાર કંપનીની બસ નંબર ડીડી-01- યુ-9743 સેલવાસથી કપંનીના સ્ટાફને લઈ દપાડા જઈ રહી હતી તે સમયે મોપેડ નંબર ડીડી-01- બી-0952 પર સવાર યુવાનને બસની ટક્કર લાગતા તે જમીન પર પટકાયો હતો અને મોપેડ બસની નીચે આવી ગયું હતું.
આ ઘટનામાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સ્થાનિકોએ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
