Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિવાળીના તહેવાર ટાણે જ રોશની ગુલ…! દાદરા પંચાયતમાં જર્જરીત બનેલો વીજપોલ ધરાશાયીઃ અકસ્‍માતનો તોળાતો ભય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના દાદરા ગામે પંચાયત કચેરી નજીક મેઈન રોડ પર લગાવવામાં આવેલ વીજળીનો થાંભલો છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો. જે અચાનક તૂટી પડતા વિસ્‍તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ગ્રામ પંચાયત કચેરી પાસે ઉભા કરાયેલ વીજપોલ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો અને જેના ઉપરની લાઈટ પણ બંધ હતી. પરંતુ એના પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા હતા જે કેમેરા પણ અધ્‍ધર લટકેલી હાલતમાં જોવા હતા.
મળતી માહિતી પ્રમાણે અનુસાર દાદરા ગામમાં મુખ્‍ય રોડ પર વચ્‍ચે વીજળીનો થાંભલો ઉભો કરાયેલ છે પરંતુ એના ઉપરની લાઈટો ગુમ છે અને મેન્‍ટેનન્‍સના અભાવે થાંભલાઓ પણ કાટની જંજાળમાં ફસાયેલા છે. જેના કારણે ઘણાં જર્જરિત બનીને સડી ગયા છે. તેથી અગર જો પંચાયત કે પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગ દ્વારા આ તરફ ધ્‍યાન આપવામાં નહીં આવશે તો ભવિષ્‍યમાં મોટા અકસ્‍માતની પણ સંભાવના છે. અને જો એમ ને એમ સ્‍થિતિ રહી તો અન્‍ય થાંભલાઓ પણ સડીને તૂટી પડશે એમાં કોઈ શંકા નથી. તેથી દાનહમાં જ્‍યાંજ્‍યાં પણ આવા જર્જરિત થઈ ગયેલા વીજળીના થાંભલાઓને વહેલામાં વહેલી તકે કાઢીને નવા થાંભલા ઉભા નહીં કરવામાં આવશે તો મેન્‍ટેનન્‍સ અને અકસ્‍માતોમાં વધારો થશે એવી ભીતિ જોવાઈ રહી છે. તેથી તંત્રએ તાત્‍કાલિક અસરથી ઝડપી પગલાં ભરવામાં આવે અને જ્‍યાં જ્‍યાં જર્જરીત વીજળીના થાંભલાઓ દેખાય ત્‍યાં ત્‍યાં નવા થાંભલા ઉભા કરી દેવામાં આવે અને તમામ બંધ સ્‍ટ્રીટ લાઈટો ફરી ઝળહળતી કરવામાં આવે અને દિવાળીના માહોલમાં રોશનીથી ઝગમગાટ થાય એ ખુબ જ જરૂરી છે.

Related posts

દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં યોજાયેલ બૂથ સશક્‍તિકરણ બેઠક: પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરે આપેલું મનનીયમાર્ગદર્શન

vartmanpravah

ખાંડા ખાતેથી વલસાડ જિલ્લાના આદિજાતિના ખેડૂતોને આંબા કલમોના વિતરણનો શુભારંભ કરાવતા રાજયમંત્રી રમણલાલ પાટકર આંબા કલમ થકી ખેડૂતોની આવક વધવાની સાથે પર્યાવરણની જાળવણી પણ થશે- રાજ્ય મંત્રી રમણલાલ પાટકર

vartmanpravah

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્‍ટરનું ઈ-લોકાર્પણ કર્યુ

vartmanpravah

Leave a Comment