Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

જન પ્રતિનિધિત્‍વ અધિનિયમ 1951ની કલમ 135બીના પ્રાવધાન અંતર્ગત આદેશનું ઉલ્લંઘન કરનારા જવાબદાર વ્‍યક્‍તિ દંડને પાત્ર ઠરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: આગામી 20મી નવેમ્‍બર, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે તેને ધ્‍યાનમા રાખી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ચૂંટણી વિભાગ દ્વારા સરકારી તથા ગેર સરકારી અને ખાનગી કંપની, સંસ્‍થા અને વિવિધ એકમો/ પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા આદેશ કરાયો છે.
દાદરા નગર હવેલીને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર વિધાનસભા ક્ષેત્રના માટે 20મી નવેમ્‍બરના બુધવારના રોજ ચૂંટણી થઈ રહી છે. જે સંદર્ભે જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ1951ની કલમ 135બી મુજબ મતદાનના દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવાનું પ્રાવધાન કરવામાં આવે છે. જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ 1951ની કલમ 135ના પ્રાવધાન અનુસાર દરેક મતદાતાઓ જેઓ સરકારી કાર્યાલય, સ્‍થાનીય નિકાય, સાર્વજનિક ક્ષેત્ર, પ્રતિષ્ઠાનો અને દુકાનના કર્મચારીઓ છે જેમાં શિફટ આધારે કામ કરતા કર્મચારી પણ સામેલ છે. આ ચૂંટણી ક્ષેત્રમાં મતદાનના દિવસે સવેતન રજા આપવામાં આવશે. જેથી દરેક વાણિજ્‍ય પ્રતિષ્ઠાન, કારોબાર, વેપારી, ઔદ્યોગિક ઉપક્રમ અથવા કોઈપણ અન્‍ય પ્રતિષ્ઠાનોના દરેકે જન પ્રતિનિધિત્‍વ અધિનિયમ 1951ની કલમ 135 બીના પ્રાવધાનનો પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેઓ દંડના માટે ઉત્તરદાયી રહેશે.

Related posts

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

vartmanpravah

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

Leave a Comment