December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ટી.આર.બી. જવાન પટકાયો, સારવાર માટે સુરત ખસેડયો : ગુંદલાવના લોકોએ હાઈવે મરામત કર્યો

સરપંચ નિતીન પટેલ જાગૃત યુવાન નિલેશ પટેલ અને કેયુર પટેલ સહિત અન્‍ય યુવાનોએ જે.સી.બી.થી હાઈવેની મરામત કામગીરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વર્તમાન ચોમાસાએ નેશનલ હાઈવેની બેહાલી સર્જી દીધી હતી. પુરો હાઈવે મોટા મોટા ખાડાઓમાં તબદીલ થઈ ચૂક્‍યો છે તેથી અવાર નવાર જીવલેણ અકસ્‍માતો પણ સર્જાતા રહ્યા છે તેવો વધુ એક અકસ્‍માત ગતરોજ ટીઆરબી જવાનની બાઈક ધમડાચી હાઈવે ઉપર ખાડામાં પટકાતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને સુરત સારવાર માટે તાત્‍કાલિક ખસેડાયો હતો. ગંભીર અકસ્‍માત બાદ ગુંદલાવના સરપંચ અને જાગૃત યુવાનોએ હાઈવે મરામતની કામગીરી કરી ખાડાઓ પુરા હતા. જે કામ હાઈવે ઓથોરિટીએ કરવાનું છે તે કામ યુવાનોએ કર્યું.
વલસાડ હાઈવે ઉપર ધમડાચી ફલા હોટલ સામેથી ટી.આર.બી. જવાન બાઈક ઉપર શનિવારે પસાર થતો હતો. ત્‍યારે બાઈક ખાડામાં પટકાતા યુવાન ખુબ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવાનને સારવાર માટે સુરત ખસેડાયો હતો. અકસ્‍માતોની ગંભીરતાને ધ્‍યાને લઈ આજે રવિવારે ગુંદલાવ ગામના સરપંચ નિતીન પટેલ, જાગૃત યુવાન નિલેશ પટેલ, કેયુર પટેલ અને અન્‍ય યુવાનો મળીનેહાઈવે મરામતની કામગીરી આરંભી હતી. જે.સી.બી. વડે ખાડાઓ પુર્યા હતા. તંત્રની જવાબદારી ગ્રામજનોએ અદા કરી હતી. ઘટના અંગે જણાવતા સરપંચ નિતિન પટેલએ જણાવ્‍યું હતું કે, હાઈવે ઓથોરિટી અને તંત્રને અમે હાઈવે અંગે વારંવાર રજૂઆતો કરી છે પણ કામગીરી થતી નથી તેથી ધારાસભ્‍ય ભરત પટેલ અને સાંસદ ધવલ પટેલએ ખાસ વહિવટી તંત્રનું ધ્‍યાન અપાવી હાઈવે પરના ખાડા પુરાવે તેવી ગ્રામજનોની પણ માંગ છે.

Related posts

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

વાપી જીઆઈડીસીના પોકેટ ગાર્ડનો દુર્દશાગ્રસ્‍તઃ કંપનીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા ગાર્ડનની સાર સંભાળ વિસરાઈ

vartmanpravah

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment