July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ

પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાંનામ નોંધાવવા સૂચન કરાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજય દ્વારા રાજ્‍યભરમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 હાથ ધરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત તા.17/11/2024 (રવિવાર), તા.23/11/2024 (શનિવાર) તથા તા.24/11/2024 (રવિવાર) ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્‍યા છે. આ ત્રણેય દિવસે રાજ્‍યભરનાં તમામ મતદાન મથકો પર સવારે 10-00 કલાકથી સાંજના 05-00 કલાક દરમ્‍યાન મતદારો તેમના વિસ્‍તારના મતદાન મથક પર મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે. આ સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકશે.
મહત્તમ મતદારો મતદારયાદીમાં નોંધણી કરાવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. 1લી જાન્‍યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદારયાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, વલસાડ દ્વારા જિલ્લાના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાંઆવી છે.
પાત્રતા ધરાવતા યુવાનો અને વધુ વયજુથ ધરાવતા નાગરિકો મતદારયાદીમાં નામ નોંધાવવા અંગે તથા સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની વેબસાઇટ https://voters.eci.gov.in અને Voter Helpline મોબાઈલ એપ પર ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

Related posts

પ્રેસની સ્‍વતંત્રતા અને વ્‍યવસાય કરવામાં સરળતાના નવા યુગનો આરંભઃ લોકસભાએ પ્રેસ એન્‍ડ રજિસ્‍ટ્રેશન ઓફ પિરિયોડિકલ્‍સ બિલ પસાર કર્યું

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

Leave a Comment