(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે આજે સવારે દશ વાગ્યાની આસપાસ દીવ પાંજરાપોળ નજીક હનુમાનના મંદિર પાસે રોનક હિતેશ ચંદ્ર ઉંમર વર્ષ 20, રહેવાસી બાદોદકર કોલોની, એકટીવા પર જતો હતો અને તેની પાછળ અયાસ મહેમુદ ખુરેશી ઉંમર વર્ષ 14 રહેવાસી રીક્ષા સ્ટેન્ડ પાસે ઘોઘલાએ રોનક પાસે લીફટ માંગી હતી, તેઓને પાંજરાપોળ વળાંકમાં વોટર ટેન્કરનો ચાલક બાબુભાઈ બીજલભાઈ રાઠોડ ઉંમર 55 વર્ષ રહેવાસી ગામ આલીધર તાલુકો કોડીનારએ એકટીવાને અડફેટે લેતા બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા એકટીવામાં પરના બન્ને છોકરાઓને તાત્કાલિક સ્થાનિક યુવાનો દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકટીવાની પાછળ બેઠેલ ખુરેશી અયાસ મહેમુદને ડોક્ટરએ મૃત ઘોષિત કર્યો હતો. આ સમાચાર સાંભળતા જ સમગ્ર વાતાવરણ રુદનમય બન્યું હતું અને મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

