August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

ચણોદ કોલોનીમાં રહેતા પરિવારના પતિ-પત્‍ની અને પુત્રીના મોતથી
પરિવારમાં શોકની કાલીમા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે ગઈકાલે વહેલી સવારે બોલેરો અને એક્‍ટિવા વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે દોડતી બોલેરોએ એક્‍ટિવાને ટક્કર મારતા વાપી ખાતે રહેલા એક જ પરિવારના ત્રણ સભ્‍યોના ઘટના સ્‍થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી ચણોદ કોલોની ખાતે રહેતા સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા (ઉ.વ.37), તેમના પત્‍ની ઈનાબેન ચોટલીયા (ઉ.વ.36), પુત્રી નિષ્‍ઠા ચોટલીયા (ઉ.વ.4) વહેલી સવારે રાજકોટથી એક્‍ટિવા ઉપર તેમના વતન ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામે ગયા જતા હતા ત્‍યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલના જાયવા ગામ નજીક બેફામ આવતી બોલેરોએ એક્‍ટિવાને ટક્કર મારી દેતા મોપેડ સવાર પરિવાર નંદવાઈ ગયો હતો. જેમાં સંજયભાઈ ચોટલીયા, ઈનાબેન ચોટલીયા અને પુત્રી નિષ્‍ઠાના ઘટના સ્‍થળે જમોત નિપજ્‍યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 7 કલાકે તમામ મૃતદેહોને વાપી ખાતે લાવવામાં આવ્‍યા હતા. આજે સવારે 9.30 વાગ્‍યે મૃતકોની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં પરિવારના સભ્‍યો, સંબંધીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્‍યોના ઘટના સ્‍થળે જ મોતથી પરિવારમાં ભારે શોકની કાલીમા ફેલાઈ જવા પામી હતી.

Related posts

દાનહ વનકર્મીઓની ટીમે દૂધની અને કરચોંડથી ઘુવડ સાથે બે વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ટેનિસ એસો. દ્વારા થ્રીડી ઓપનટેનિસ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન : મોટી દમણ ફોર્ટ એરિયાના ટેનિસ કોર્ટમાં થયેલો પ્રારંભઃ 30થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

Leave a Comment