July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

ડિસેમ્‍બર 22ના રોજ અમદાવાદમાં યોજાનાર કરણી સેનાના રાષ્‍ટ્રીય અધિવેશન અંતર્ગત રાજ શેખાવત વાપી પધાર્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: લોરેન્‍સ બિશ્‍નોઈ હાલ સાબરમતિ અમદાવાદ જેલમાં છે પરંતુ લોરેન્‍સનું નામ આજકાલ નેશનલ મીડિયામાં ખુબ ચગી રહ્યું છે. ખાસ કરીને અભિનેતા સલમાન ખાનની પાસે 5 કરોડની ફિરોતીની માંગણી બાદ એજ લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે ભારતીય રાજપૂત કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત પણ એ 11,11,111 રૂપિયાના ઈનામની જાહેરાત કરી ત્‍યારથી ડો.રાજ શેખાવત પણ એટલા જ ચર્ચામાં છે. રવિવારે ડો.રાજ શેખાવત વાપીના મહેમાન બન્‍યા હતા.
ધારાસભ્‍ય અને કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં તેમની ઓફીસ સામે લોરેન્‍સ બિશ્‍નોઈના શાર્પશુટરોએ ગોળીઓથી ભુંજી દીધા હતા. એજ લોરેન્‍સના માથા માટે કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત પણ મેદાનમાં આવી ગયા છે. તેમણે લોરેન્‍સના માથા માટે 11,11,111 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. લોરેન્‍સનું માથું તેમને એટલા માટે જોઈએ છે કે થોડા સમય પહેલાં કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની કરપીણ હત્‍યા લોરેન્‍સના શાર્પ સુટરોએ તેમની જ ઓફીસમાં કરી હતી. હાલમાં બહુચર્ચિત એવા ડો.રાજ શેખાવત વાપીના મહેમાન બન્‍યા હતા. કારણ કે કરણી સેનાનું રાષ્‍ટ્રીય અધિવેશન 22મી ડિસેમ્‍બરે અમદાવાદમાં યોજાનાર છે.તેના પ્રચાર-પ્રસાર માટે તેઓ વાપી આવ્‍યા હતા.

Related posts

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment