Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19 : સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સદસ્‍યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી મહેશ અગરિયા બે દિવસથી દીવના પ્રવાસે છે. જ્‍યાં તેઓ દીવના નાગરિકોને ભાજપના સભ્‍ય બનાવી રહ્યા છે. જેની કડીમાં આજે તેમના નેતૃત્‍વમાં વણાંકબારા ભાજપ મંડળમાં ડોર ટુ ડોર સદસ્‍યતા અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. તેમની સાથે ભાજપના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણ, શ્રીમતી અમૃતાબેન, શ્રી ભવ્‍યેશભાઈ, શ્રી પ્રિયાંક, શ્રીમતી ભુવનેશ્વરીબેન, શ્રીમતી હેતલબેન, શ્રી મયુરભાઈ, શ્રી અમૃતભાઈ વગેરે પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે “ENTREPRENEUR AWARENESS” પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

vartmanpravah

દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત દાનહના ખાનવેલ ચૌડા ખાતે સનરાહી ગ્રાઉન્‍ડમાં આયોજીત કબડ્ડી લીગ ટૂર્નામેન્‍ટમાં દૂધની ડેઅર ડેવિલ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment