(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા ત્રણ દિવસીય જ્યોતિ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અખંડ જ્યોતિના 100વર્ષ પૂર્ણ અને વંદનીય માતા ભગવતી દેવી શર્મા શતાબ્દી વર્ષ 2025મા 100વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જ્યોતિ કળશ રથયાત્રા હરિદ્વારથી દાદરા નગર હવેલીમાં ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત ભીલાડથી થઈને વલવાડા, બોરીગામ, નરોલી બાદ તિરૂપતિ નગર, પાર્કસીટી અને પ્રમુખ ગાર્ડનમાં ભ્રમણ કરી બીજા દિવસે આમલી શાકભાજી માર્કેટ, સરસ્વતી ચોક, હનુમાન મંદિર, યોગી હિલ, એકદંત સ્કવેર, તિરૂપતિ રેસીડન્સી અને ત્રીજા દિવસે સેલવાસના પ્રમુખ આંગન, પટેલ ફળિયા, સામરવરણીથી મનોરથ સોસાયટી સેલવાસમાં ભ્રમણ કરી હતી. આ ‘જ્યોતિ કળશ રથ યાત્રા’નું આયોજન ‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં સનાતની ભાઈ-બહેનોએ લીધો હતો.