(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 _ દાદરા નગર હવેલીના રખોલી ગામે કોસ્મોસીટી સોસાયટી નજીક મેઈન રોડ પર અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાભટીભર્યું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હરીશ વિશ્વનાથ રહેવાસી નક્ષત્ર સોસાયટી, સામરવરણી અને મૂળ રહેવાસી અલ્મોડા, ઉત્તરાખંડ જે ગંગા-જમુના મેટલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો જે એમની મોપેડ નંબર ડીએન-09 એલ-6858 પર નાઈટ ડ્યુટી માટે જઈ રહ્યા હતા. જેઓ રખોલી કોસ્મોસીટી સોસાયટી નજીક મેઈન રોડ અજાણ્યા વાહને મોપેડને જોરદાર ટક્કર મારી જેના કારણે મોપેડચાલક હરીશે પહરેલ હેલ્મેટ તુટી ગયું હતુંજેના કારણે માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સ્થળ ઉપર જ કમકમાભટીભર્યું મોત થયું હતું. આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.