(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: ધરમપુર તાલુકા આંબાતલાટ ગામે રહેતો 14 વર્ષિય યુવાનનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને લઈ સ્થાનિક વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
ધરમપુરના આંબાતલાટ, ધસારપાડા ફળિયામાં રહેતો અમર બાગુલ નામનો 14 વર્ષિય કિશોર તાન નદીમાં નહાવા પડયો હતો પરંતુ ઊંડા પાણીમાં ખેંચાઈ જતા ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા ડૂબતા અમરને બચાવવા માટે સેંકડો લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાઓએ ડૂબી ગયેલા કિશોરને બચાવવા માટે લાખ પ્રયત્નો નિષ્ફળ નિવડયા હતાં. અંતે અમર બાગુલનું ડૂબી જવાથી કરુણ મોત નિપજતા ચોમેર શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
