October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સેવ હ્યુમન લાઈફ સંસ્‍થા દ્વારા ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પમાં અંદાજીત 68 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું જેમાં 23 યુવાનોએ પ્રથમવાર રક્‍તદાનકર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેવ હ્યુમન લાઈફના સભ્‍યો છેલ્લા આઠ વર્ષથી જરૂરિયાતમંદને મદદ કરતા આવ્‍યા છે. દોઢ વર્ષ પહેલા સંસ્‍થાનું રજીસ્‍ટ્રેશન કરાવવામાં આવ્‍યું છે. લોહીની કમીના કારણે કોઈપણ જગ્‍યાએથી લોહી નહીં મળે ત્‍યારે અંતિમ વિકલ્‍પ રૂપે ‘સેવ હ્યુમન લાઈફ’ના રક્‍તવીર જ એમનો સહારો હોય છે. જે કોઈપણ પ્રકારની ઓળખ વગર મદદ માટે આગળ આવે છે. આ સંસ્‍થા વોટ્‍સએપ ગ્રુપ દ્વારા ડોનરને શોધી રક્‍તદાન કરાવી પીડિતોને મોતના દરવાજેથી પાછા ખેંચી લાવે છે. આ રક્‍તદાન કેમ્‍પમાં ‘સેવ હ્યુમન લાઈફ’ ટીમના પ્રેસિડન્‍ટ વિશાલ(અપ્‍પુ)પટેલ, વાઇસ પ્રેસિડન્‍ટ ધીરજ ભાનુશાલી, સેક્રેટરી અદલા રામબાબુ નાયડુ, સેક્રેટરી મોહન કે.એસ., જીતેન્‍દ્ર વૈષ્‍ણવ, નરેન પાલીવાલ, ટ્રેઝરર આશિષ ભટ્ટ, એક્‍ઝિક્‍યુટીવ મેમ્‍બર નીતિન કોરડિયા, રમેશ રોહિત, અંકુર સિંઘાનિયા, ગોપાલ ભાનુશાલી, જેસલ દેસાઈ, કિરીટ પટેલ, સભ્‍ય રાજન ડૂબે સહિત રક્‍તદાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

vartmanpravah

Leave a Comment