October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરુણ ટી. અને રમત-ગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા સેલવાસમાં સંઘ પ્રદેશ કક્ષાની ખોખો (અંડર 14 બોયઝ એન્‍ડ ગર્લ્‍સ) અને એથ્‍લેટિક્‍સ (14 અને 19 બોયઝ એન્‍ડ ગર્લ્‍સ) સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશ કક્ષાની એથ્‍લેટિક્‍સ (અંડર 14 અને 19 બોયઝ અનેગર્લ્‍સ) સ્‍પર્ધામાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 600 મીટર, 800 મીટર, 1500 મીટર, 3000 મીટર રેસ, 4×100 મીટર રિલે, 4×100 મીટર રિલે, 4×40 મીટર હોટ રેસ આ સ્‍પર્ધામાં ત્રણેય જિલ્લાઓ દ્વારા પુટ થ્રો અને લોંગ જમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કક્ષાની સ્‍પર્ધાના વિજેતા ખેલાડીઓ પોતપોતાના જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરતા જોવા મળ્‍યા હતા.
આ સ્‍પર્ધામાં ઉચ્‍ચ સ્‍તરે પ્રદર્શન કરનાર ખેલાડીઓની 68મી રાષ્ટ્રીય શાળા સ્‍પર્ધા 2024-‘25 માટે પસંદગી કરવામાં આવી હતી.
ખોખો (અંડર 14 બોયઝ અને ગર્લ્‍સ) સ્‍પર્ધામાં અંડર 14 ગર્લ્‍સમાં દમણની ટીમ વિજેતા બની હતી જ્‍યારે દાદરા અને નગર હવેલીની ટીમ રનર્સ અપ રહી હતી.
અંડર 14 છોકરાઓની સ્‍પર્ધામાં વિજેતા દમણની ટીમ અને રનર્સ અપ દીવની ટીમ બની હતી.
જિલ્લા કક્ષાની સ્‍પર્ધાના વિજેતા ખેલાડીઓને વિભાગના અધિકારીઓ દ્વારા ટ્રોફી અને મેડલ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સંઘપ્રદેશ કક્ષાની સ્‍પર્ધાને સફળ બનાવવા ત્રણેય જિલ્લા વિભાગના અધિકારીઓ અને શિક્ષકોએ પોતાનું અમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

સુરત જિલ્લાના કર્મવીર કેપ્‍ટન (ડૉ.) એ.ડી.માણેકે સર્જ્‍યો વિશ્વ વિક્રમ ‘‘વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ્‍સ” લંડન-યુ.કે.માં કેપ્‍ટન ડૉ. એ.ડી.માણેક દ્વારા સ્‍થપાયેલ ધ સ્‍કાયલાઈન એવીએશન ક્‍લબને મળેલું સ્‍થાન

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

Leave a Comment