August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્‍પિટલની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે મોટી દમણ હોસ્‍પિટલ(કોમ્‍યુનિટી હેલ્‍થ સેન્‍ટર)ની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્‍પિટલમાં ભરતી થયેલા દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના હાલચાલ પણ જાણ્‍યા હતા.તેમણે હોસ્‍પિટલમાં મળતી સુવિધાઓની પણ માહિતી મેળવી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને હોસ્‍પિટલની મુલાકાત દરમિયાન દવાઓની કમી હોવાનું પણ ધ્‍યાનમાં આવ્‍યું હતું. તેમણે આ બાબતે તાત્‍કાલિક સંબંધિત જવાબદાર અધિકારી સાથે ફોન ઉપર વાત કરી દવાઓની તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરવા નિર્દેશ પણ આપ્‍યો હોવાનું સાંસદશ્રીના મીડિયા સલાહકારની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુમાં જણાવ્‍યું છે કે, આપણાં વિસ્‍તારના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવા પ્રયાસ તેઓ કરી રહ્યા છે.

Related posts

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

vartmanpravah

વાપી લવાછામાં પરણિતાને ત્રણ વર્ષ ભોગવી પ્રેમી યુવકે લગ્નની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

રાષ્ટ્રીય આદિવાસી રમતોત્‍સવ-2023 માટે દમણમાં યોજાયેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સંપન્ન

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્‍કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું

vartmanpravah

Leave a Comment