Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

પારદર્શક, ભયમુક્‍ત અને તટસ્‍થ ચૂંટણી માટે તૈયારી પૂર્ણ: આજે દાનહ લોકસભાની પેટા ચૂંટણીઃ પ્રશાસન સજ્જ

દાનહ પોલીસ, આઈ.આર.બી. મળી કુલ 1700 જેટલા જવાનોની ઉતારવામાં આવેલી ફૌજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાનહ લોકસભા સીટની પેટાચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે તેની તૈયારી સંદર્ભે પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ વિભાગની પેરામિલ્‍ટ્રી ફોર્સની 10 કંપનીઓ મુકવામા આવી છે.જેમા બીએસએફ, આઇટીબીપી, સીઆરપીએફ જેવી કેન્‍દ્રીય કંપનીઓ સાથે ગુજરાત પોલીસ, દમણ પોલીસ, દાનહ પોલીસ, ઈન્‍ડિયન રિઝર્વ બટાલિયન મળી કુલ 1700 જવાનોને ફરજ પર મુકવામા આવ્‍યા છે.
આ સાથે પ્રશાસન દ્વારા પણ મતદાન માટે 333 પોલિંગ બુથમાંથી 9 પોલિંગ બુથને સંવેદનશીલ ઘોષિત કરવામા આવ્‍યા છે અને 1500 કર્મચારીઓને ચૂંટણીફરજ પર મુકવામા આવ્‍યા છે. 200 કર્મચારીઓને રિઝર્વ રાખવામા આવ્‍યા છે.
દાનહમાં કુલ 258838 મતદારો છે જેમાં પુરુષ 136429 અને મહિલા 122409 મતદારો છે. જેઓ ચૂંટણી મેદાનમાં ઉભેલા ઉમેદવારોનું ભવિષ્‍ય નક્કી કરશે. પ્રદેશમાં હાલમાં ચાર પક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મહેશભાઈ ચીમનભાઈ ગાવિત, શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઇ ડેલકર, કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ બાલુભાઈ ધોડી, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવાર શ્રી ગણેશભાઈ ભુજાદા છે.
આ ચાર પાર્ટીઓમાં મુખ્‍ય ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્‍ચે સીધી લડાઈ રહેશે એની સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પણ સારા એવા મત લઈ જવાની ધારણા છે. જેના કારણે બેમાંથી કોઈ એક પાર્ટીને નુકસાન કરી શકે એમ છે. દરેક પાર્ટી પોતપોતાની રીતે જીતના દાવા કરી રહી છે. તા.30મી ઓક્‍ટોબરના રોજ ચૂંટણી બાદ 2જી નવેમ્‍બરના દિવસે મત ગણતરીના દિવસે મત પેટીઓ ખુલશે ત્‍યારે જ કોણ જીતશે કોણ હારશે તે જાણી શકાશે.

Related posts

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment