December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા. 28
સમગ્ર ગુજરાતમાં દસ હજારથી વધુ ગામ પચાયતોમાં આગામી 19મી ડિસેમ્‍બરના રોજ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી યોજાય રહી છે ત્‍યારે ચૂંટણીમાં અનેક પ્રલોભનો આપી ઉમેદવારો વોટરોને પોતાની તરફ ખેંચી રહયા છે.
ચૂંટણીમાં પોટ્‍સની તરફ આકર્ષણ ઉભું કરવા માટે દારૂ મહત્‍વનો ભાગ ભજવતો હોય ઉમેદવારો કે એમના મળતીયાઓ યેનકેનપ્રકારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવાનો પ્રયત્‍ન કરતા હોય છે ત્‍યારે સંઘપ્રદેશ અને ગુજરાત વચ્‍ચે મહત્‍વની ગણાતી પારડીની પાતલિયા ચેક પોસ્‍ટ ખાતે પારડી પોલીસે પણ સઘન ચેકિંગ હાથ ધરી સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરી વાહનોમાં દારૂ તો સપ્‍લાય નથી થઈ રહ્યોની તપાસની સાથે સાથે આર.ટી.ઓ.ના નિયમો અનુસાર સીટ બેલ્‍ટ, લાયસન્‍સ, ડ્રિન્‍ક એન્‍ડ ડ્રાઈવ વગેરે નિયમોનું પણ સઘન ચેકિંગ હાથ ધરાતા વાહન ચાલકો તથા સંઘપ્રદેશમાં આવતા પર્યટકોમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

Related posts

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો

vartmanpravah

ચીખલી તાલુકાના સતાડીયા ગામે બસનો કાચ સાફ કરતી વેળાએ નીચે પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી જતા મોત

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

Leave a Comment