October 14, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા ડીઝલ પંપના મશીનો બદલાવા કરાયેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.02
દીવના નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા સંચાલિત ડીઝલ પંપના મશીનો બદલાવા માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ શ્રી રસિકભાઈ ચાવડાએ કલેકટર તથા મામલતદાર ઉનાને પત્ર લખી માંગ કરી છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર ખાતે આવેલ ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા સંચાલિત ડીઝલ પંપની તપાસ બાબતે રજૂઆત કરેલી હતી.
આ નવાબંદર ખાતેના ડીઝલ પંપમાં ડીઝલ પૂરવા માટેના જુનવાણી સિસ્‍ટમના મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ ખૂબ જ આધુનિક મશીનો ડીઝલ પૂરવા માટે આવેલ છે. છતાં નવા બંદર ખાતેના ડીઝલ પંપમાં એકદમ જૂની ખખડધજ મશીનરી સિસ્‍ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે અશિક્ષિત અને અભણ માછીમારો કે જેને તોલમાપ કે અન્‍ય કોઈ માહિતી હોતી નથી. આ પંપના સંચાલકો દ્વારા ગેરલાભ ઉઠાવવામાં આવતો હોય એવી આશંકા છે.
આ ડીઝલ પંપમાં યોગ્‍ય તપાસ કરવામાં આવેતેવી અમારી માગણી છે અને નવાબંદર ખાતે નવા ડીઝલ પુરવાનું મશીન મુકવામાં આવે તેવી માંગ રસિક ચાવડા એ કરી છે હવે વહીવટી તંત્ર તપાસ કરે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

ભીલાડની બ્રાઈટ ફયુચર ઈંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલમાં વર્ષ 2022-2023નો વાર્ષિક મહોત્‍સવ ‘‘સ્‍ટેજિસ ઓફ લાઈફ” ઉજવાયો

vartmanpravah

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment