ચંદાબેન નામની ભાડુઆત પાસેથી મનોજભાઈએ આ દુકાન 2014 માં ખરીદી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.06
પારડી તાલુકાના ડુંગરી સુથારવાડ ખાતે રહેતા મનોજભાઈ ઇચ્છુંભાઈ પટેલે 2014માં રેટલાવ રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ દુકાન ચંદાબેન બાબુભાઈ મૈંસુરીયા પાસે ખરીદી હતી પરંતુ 1. યશવંતભાઈ દાજીભાઈ પટેલ તથા વિશાલ યશવંતભાઈ પટેલ વારંવાર દુકાને આવી આ જગ્યાના માલિક હોવાનું જણાવી દુકાન ખાલી કરવા કહી ઝઘડો કરતા.
તા. 06.12.2021ના રોજ સવારે ફરી આ બન્ને દુકાન ખાલી કરવાનું કહેતા બન્ને વચ્ચે ઝઘડો થતા બન્નેએ પોલીસને બોલાવતા પોલીસ આ ત્રણેયને પોલીસ સ્ટેશન લાવી હતી.
બીજીબાજુ મનોજભાઈની પત્ની ગુણીકાબેને ફોન કરી 1. ધુમિલ યશવંત અને 2. અશોક દાજીએ દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી દુકાન તોડી નાંખી હોવાની જાણમનોજભાઈને કરી હતી. કોઈપણ જાતની સરકારી કે કોર્ટની પરવાનગી વિના દુકાન તોડી પાડી નુકસાન કરતા આ બન્ને ઈસમની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધા છે.

