Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીસનું નિદાન કરવામાં આવ્‍યું : વાપીમાં 300 ઉપરાંત અને નાનાપોંઢામાં 159 દર્દીઓને તપાસાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26
ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ સાથે જોડાયેલ વાપીના ડોક્‍ટર સેલ અને નાનાપોંઢાના ડોક્‍ટર સેલના તબીબોએ ભારત રત્‍ન વડા પ્રધાન અટલ બિહારીના જન્‍મ દિનની ઉજવણી નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજીને કરી હતી.
ડિસેમ્‍બર 25 એટલે લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો જન્‍મદિન તેમના જન્‍મદિનની ઉજવણી વાપી-નાનાપોંઢાના ભાજપ ડોક્‍ટર સેલના તબીબોએ નિઃશુલ્‍ક બ્‍લડ પ્રેશર અને ડાયાબિટીશ નિદાન કેમ્‍પ યોજીને કરી હતી. વાપીની વિવિધ હોસ્‍પિટલમાં ડોક્‍ટર સેલના ડો.તુષાર, ડો.પરિત, ડો.સુરેશ ભાનુશાલી, ડો.કૃણાલી પટેલ, ડો.સુનીલ ટેલર જેવા અનેક ડોક્‍ટરોએ સેવા આપી હતી. વાપીમાં 300 ઉપરાંત દર્દીઓના સુગર અને બી.પી. માપવામાં આવ્‍યા હતા તે પ્રમાણે નાનાપોંઢા પંચાયત ઓફીસમાંપણ ડોક્‍ટર સેલ દ્વારા નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં 159 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ડો.દિનેશ ચૌધરી, ડો.મેહુલ પટેલ જેવા તબીબોએ સેવા આપી હતી. કેમ્‍પમાં ભાજપના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

Leave a Comment