Vartman Pravah
Breaking Newsદમણ

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
તા.29/12/2021ના રોજ પરિયારી ગામમાં સામાન્‍ય લોકો માટે રાત્રિ ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યુંહતું, જે સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021થી સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવનાર છે.આ રાત્રિ ચૌપાલમાં બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, પંચાયત સચિવ અને પ્રજાજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ ચૌપાલ દરમિયાન સામાન્‍ય જનતાને બાયો-ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન-બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો-મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલિશન વેસ્‍ટ જેવા વિવિધ કેટેગરીના કચરા વિશે જાગળત કરવામાં આવ્‍યા હતા. સરપંચ, ચૂંટાયેલા સભ્‍ય, બીડીઓ, પંચાયત સચિવનો સમાવેશ કરતા પંચાયત વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતાના ધોરણો પર દેખરેખ રાખવા માટે બનાવેલ ગ્રામ પંચાયત મુજબના વોટ્‍સએપ ગ્રુપ વિશે પણ તેમને માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
ઉપસ્‍થિતોને બાયો-ડિગ્રેડેબલ અને રિસાયકલ કરી શકાય તેવા કચરો, નિર્દિષ્ટ જોખમી કચરો, બાયોમેડિકલ કચરો વિશે માહિતી ધરાવતા માહિતી પેમ્‍ફલેટ્‍સનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સામાન્‍ય લોકોને સ્‍વચ્‍છતા સુવિધાઓનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે સંવેદનશીલ બનાવવામાં આવ્‍યા હતા.
આ ઉપરાંત રાત્રિ ચૌપાલમાં ઉપસ્‍થિત અધિકારીઓએ સામાન્‍ય જનતાને જણાવ્‍યુ હતુ કે 26.01.20રર સુધીમાં દમણના તમામ ગામોમાંવોર્ડ પ્રમાણે રાત્રિ ચૌપાલનું સાપ્તાહિક આયોજન કરવામાં આવશે, કે જેથી પ્રદેશવાસીઓને સોલિડ વેસ્‍ટ ઉપ-નિયમો બાબતે જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક લોકભાગીરદારી અભિયાન રૂપે બનાવી શકાય.

Related posts

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

ધરમપુરના શીરીષપાડામાં પાણી વહેતા નાળા પરથી કાર સાથે ત્રણ તણાતા હજી લાપતા

vartmanpravah

Leave a Comment