June 24, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

રાષ્‍ટ્રિય સેવા યોજના દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ પરેડમાં થયેલી પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ અંતર્ગત રાષ્‍ટ્રીય સેવા યોજના સરકારી કોલેજ દમણ અને સરકારી કોલેજ દીવના રાષ્‍ટ્રીય સેવા યોજનાના બે સ્‍વયંસેવકોની 26મી જાન્‍યુઆરી 2022ના નવી દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દમણ કોલેજના સ્‍વયંસેવક શ્રી રાહુલ સિંઘ અને દીવકોલેજના કુમારી સિદ્ધિ બારિયાની પસંદગી થયેલ છે.
આ અગાઉ પૂર્વ પસંદગી માટે દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લાના 10 સ્‍વયંસેવકો જલગાંવ (મહારાષ્‍ટ્ર) ખાતે ભાગ લીધેલ હતો. જેમાંથી બે સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે 26ની જાન્‍યુઆરી,2022ના આયોજિત પ્રજાસત્તાક દિવસ પરેડમાં પસંદગી થઈ ેછે. એક મહિના સુધી ચાલનાર આ પ્રજાસત્તાક પરેડ કેમ્‍પમાં વિભિન્ન કાર્યક્રમો સાથે સ્‍વયંસેવકો પરેડની સઘન તાલીમ મેળવશે અને પોતાના પ્રદેશના સાંસ્‍કળતિક વારસાને પ્રદર્શિત કરશે.
આ સંદર્ભે શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રીય સેવા યોજના વિભિન્ન એકમો દ્વારા ત્રણે જિલ્લાઓ દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લાઓમાં વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યો દ્વારા પોતાની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરી છે .
પ્રજાસત્તાક દિવસની પરેડમાં પસંદ થનાર સ્‍વયંસેવકોને રાષ્‍ટ્રીય સેવા યોજનાના રાજ્‍ય અધિકારી શ્રી ગૌરાંગ વોરા, સરકારી કોલેજ દમણ અને સરકારી કોલેજ દીવના આચાર્યશ્રી, કાર્યક્રમ અધિકારીશ્રીઓ દ્વારા અભિનંદન અને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. પસંદ થયેલા સ્‍વયંસેવકો ગુજરાત રાજ્‍યની ટૂકડીના ભાગરૂપે અમદાવાદથી દિલ્‍હી જવા માટે પ્રસ્‍થાન કર્યુ છે.

Related posts

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

vartmanpravah

વાપીની ફાઈનાન્‍સ કંપનીને ગેરમાર્ગે દોરવા કાર માલિક ખોટી નંબર પ્‍લેટ લગાવી કાર ફેરવતો ઝડપાયો

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

vartmanpravah

Leave a Comment