July 28, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.11
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળા અને ન્‍યૂ સરસ્‍વતી હાઉસ પ્રકાશન દ્વારા ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દીવર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ જે હિન્‍દી લેખક, આકાશવાણી, ઝી સલામ ચેનલ પરથી કવિતા તેમજ ગઝલ પ્રસ્‍તુતિ સાથે સંકળાયેલા છે.
હાલમાં તેઓ દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલ ગ્રેટર નોઇડા, દિલ્‍હીમાં અધ્‍યક્ષ સ્‍થાને તેમજ સી.બી.એસ.ઇ. ના પ્રમુખ રિસોર્સ પર્સન તરીકે કાર્યરત છે . આ વર્કશોપની શરૂઆત શાળાના ટ્રસ્‍ટીગણ તથા વલ્લભાશ્રમની બધી જ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી.પુરાણી સ્‍વામિ શ્રી લક્ષ્મીનારાયણ દાસજી તેમજ ત્‍યાં ઉપસ્‍થિત સર્વો મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ વર્કશોપના પ્રમુખ પ્રવકતા ડોં.વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ એ શિક્ષણક્ષેત્રે બદલાતી પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમજ હિન્‍દી વિષયને વિદ્યાર્થીઓ માટે વધુ સરળ બનાવવા માટેની વિવિધ પદ્ધતિઓ સમજાવી હતી. તેઓને ગીત , ગઝલ અને કવિતાઓનું પણ સારું જ્ઞાન હોવાથી તેમણે આ વર્કશોપમાં હિન્‍દી વ્‍યાકરણને ગીત, કવિતાઓ દ્વારા કેવી રીતે સમજી શકાય તે પોતે ગાઈને સમજવ્‍યું હતું.
આ વર્કશોપમાં વલસાડ, વાપી, દમણ, સેલવાસની વિવિધ સ્‍કૂલોમાથી હિન્‍દી વિભાગના શિક્ષકો અને શિક્ષિકાઓકોવિડ-19ના નિયમોનું પાલન કરીને ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી વલ્લભ આશ્રમ ગર્લ્‍સ સ્‍કૂલના ડાયરેક્‍ટર શ્રીમતી તળપ્તિબેન સાકરીયાએ અંતમાં આ વર્કશોપની પ્રસંશા કરી પ્રેરણાદાયક સંદેશ આપ્‍યા અને ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ને ભેટ આપી આભાર વ્‍યક્‍ત કર્યો હતો. શાળાના આચાર્ય શ્રી દેવેન્‍દ્ર સિંઘે વર્કશોપની સફળતા માટે ઉપસ્‍થિત બધાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

દપાડા ગ્રામ પંચાયતનું મુખ્‍ય લક્ષ્યઃ વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગામના જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડવાનો

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના મહત્‍વપૂર્ણ વિષયો ઉપર કરાયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

Leave a Comment