July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15
ઉમરગામ તાલુકાની દેહરી પંચાયત હદમાં પડતર પડેલી સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની દાનત બગડી હોવાની કેટલીક ઘટનાઓની ચર્ચા પ્રજામાં જોવા મળી રહી છે. જેમાં તંત્રનુંઇરાદાપૂર્વકનું મોન અને સ્‍થાનિક આગેવાનો પીઠબળ સરકારી જમીન પર દબાણ કરનારાઓને મળી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
સરકારી શિરપડતર અને ગૌચર જમીન ઉપર અતિક્રમણ કરી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ડેરી તળાવ નજીક સ્‍ટુડિયોને અડીને આવેલી સરકારી જમીન તેમજ હાઇસ્‍કુલને અડીને આવેલી જમીનો ઉપર દબાણ થઇ રહી હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે.
આ પ્રકરણમાં સ્‍થાનિક ઓથોરિટી ઉમરગામ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ સ્‍થળ નિરીક્ષણ કરી વર્તમાન સ્‍થિતિનો તાગ મેળવી નિયમો અનુસાર કામગીરી હાથ ધરે એવી સ્‍થાનિકો માંગ ઊભી થવા પામી છે.

Related posts

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

vartmanpravah

ભાભીએ નણંદને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકતાં પીડિત મહિલાને 181 અભયમ ટીમે કરી મદદ

vartmanpravah

Leave a Comment