September 15, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah
દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
પ્રતિનિધિ મંડળે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ભારતનાટ્‍યમ, મોહિનીઅટ્ટમ, કથ્‍થકલી, કુચીપુડી જેવા શાષાીય નૃત્‍ય અને બાંડિયા જેવા પરંપરાગત નૃત્‍યોની માણેલી મજા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) કવરત્તી, તા.02 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah
વર્ષો પહેલાં નરોલી ગામના તબીબ અને સાહિત્‍યરસિક ડો. મોહનલાલ જગન્નાથ પાઠકે જમીન દાનમાં આપી પોતાના ખર્ચે લાઈબ્રેરીનું કરેલું નિર્માણઃ નરોલી ગ્રામ પંચાયત અને શિક્ષણ વિભાગ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) ધરમપુર ફુલવાડી ધામણી માર્ગ ઉપર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે મંગળવારે મળસ્‍કે રાજસ્‍થાન ઝાલોરથી બેંગલોર જતી નવી નકોર લક્‍ઝરી બસ પલટી મારી ગઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah
શહેરના છીપવાડ અને મોગરાવાડીના બાયપાસમાં પાણી ભરાઈ ગયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: ચાલુ વર્ષે પ્રકૃતિનું કેલેન્‍ડર બદલાઈ ગયું છે. ચોમાસા બાદ વલસાડ જિલ્લામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah
વાપીમાં વન-ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેવાના હતા (વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલનો તા.04 એપ્રિલના રોજ વાપી...
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડ

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: શ્રી કૌશિક કાંતિલાલ હરિઆ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વ.શ્રી કૌશિકભાઈની પુણ્‍યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ શાળાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાણસ્‍માની નવી બસ ફાળવણી કરાઈ : ધારાસભ્‍ય પાટકરે લીલીઝંડી બતાવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: ગુજરાત રાજ્‍ય એસટી નિગમ દ્વારા આજરોજ વાપીથી ચાણસ્‍મા માટે નવી બસની ફાળવણી કરવામાં આવી હતી. આ બસને લીલી ઝંડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર, દેશ લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને Y20 નું જ્‍યારે અધ્‍યક્ષ સ્‍થાન મળ્‍યું છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી લાશ ન સ્‍વીકારવાનો પરિવારજનોનો ઈન્‍કાર. જોકેપાલનપુરથી...