October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

દીવ ન.પા.માં તમામે તમામ બેઠક જીતવા પાછળ ભાજપસરકાર દ્વારા કરાયેલા વિકાસ કામો અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રભારી વિજ્‍યા રહાટકર અને સંગઠન મંત્રી વિવેક દાઢકરના સંયુક્‍ત પ્રયાસનો ફાળો હોવાની પણ સાંસદશ્રીએ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષને આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)  નવી દિલ્‍હી, તા.04: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી અને દીવ નગરપાલિકામાં મળેલા ભવ્‍ય વિજયથી માહિતગાર કર્યા હતા.

સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દીવ નગરપાલિકાની 13 પૈકી 13 બેઠકો ઉપર ભાજપે મેળવેલા ઝળહળતા વિજય પાછળ પ્રદેશમાં થયેલા વિકાસ કામો અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર અને સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર દ્વારા કરાયેલા સંયુક્‍ત પ્રયાસોનો પણ સિંહફાળો હોવાની માહિતી રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાને આપી હતી.

Related posts

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment