October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સેલવાસ નગરપાલિકાના ઓડિટોરિયમ ખાતે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વહીવટીતંત્રના રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત ‘હિન્‍દી ભાષણ’ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્‍ય અતિથિ તરીકે પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી. પટિયાલ, સ્‍પર્ધાના નિર્ણાયકો ડો. એ.પી. જે. અબ્‍દુલ કલામ સરકારી કોલેજના મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી પવન અગ્રવાલ, સરકારી કોલેજના દમણના વિભાગ અધ્‍યક્ષ ડો. પુખરાજ જાંગીડ તથા મદદનીશ પ્રાધ્‍યાપક શ્રી ભાવેશ વાળા અને સરીગામના શ્રી રાકેશ રાયનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ શુભ પ્રસંગે મુખ્‍ય અતિથિ પૂર્વ નાયબ નિયામક શ્રી એસ.બી.પટિયાલે પોતાના અધ્‍યક્ષીય સંબોધનમાં હિન્‍દી પખવાડા અંતર્ગત આયોજિત હિન્‍દી સ્‍પર્ધાઓ અંગે ખુશી દર્શાવી તમામ સ્‍પર્ધકોને તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા અને તમામ સ્‍પર્ધકોને શુભેચ્‍છા પાઠવતાં રાજભાષા હિન્‍દીના મહત્‍વ વિશે વિશેષ માહિતી આપી હતી. આ પછી, સ્‍નાતક વર્ગ, શાળા-કોલેજોના સહભાગીઓ, વહીવટના વિવિધ વિભાગો, કામદાર વર્ગ અને બિનસરકારી વિભાગ હેઠળ આપવામાં આવેલા વિષયો પર તેમના મંતવ્‍યો રજૂ કર્યા હતા. આ પછી ડો. પુખરાજ જાંગીડે સ્‍પર્ધાનું પરિણામ જાહેર કર્યું હતું અને તમામ નિર્ણાયકોએ રાજભાષા હિન્‍દી વિશે પોતાના મંતવ્‍યો રજૂ કરીને તમામ સ્‍પર્ધકોને અભિનંદન પાઠવ્‍યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતા હિન્‍દી સહાયક ડો. અનીતા કુમારે કાર્યક્રમના અંતે સૌનો આભાર માન્‍યો હતો. આ સ્‍પર્ધામાં સ્‍નાતક વર્ગ, કર્મચારી વર્ગ અને બિન સરકારી વર્ગના 35 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.

Related posts

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

vartmanpravah

Leave a Comment