October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

સમગ્ર પ્રદેશનું ગૌરવ: દમણના ભૂષણ મહેન્‍દ્ર ઓઝાએ સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્‍ઠિત‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી

‘એડવોકેટ ઓન રેકોર્ડ પરીક્ષા પાસ કરનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રથમ એડવોકેટ બનેલા ભૂષણ ઓઝા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.13 : દમણના શ્રી ભૂષણ મહેન્‍દ્ર ઓઝાએ દેશની સર્વોચ્‍ચ અદાલત સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્‍ઠિત ‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. તેઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એડવોકેટ ઓન રેકોર્ડ(એ.ઓ.આર.)ની પરીક્ષા પાસ કરનારા પહેલાં વકિલ છે. શ્રી ભૂષણ ઓઝા છેલ્લા 10 વર્ષથી સુપ્રિમ કોર્ટમાં પ્રેક્‍ટ્‍સિ કરે છે અને તેઓએ મુંબઈ યુનિવર્સિટીથી એલ.એલ.બી.નો અભ્‍યાસ કરેલ છે. શ્રી ભૂષણ ઓઝાની ક્રિમિનલ લૉ, પ્રોપર્ટી લૉ, મેટ્રિમોનિયલ લૉ સહિતની વિવિધ શાખામાં મહારથ હાંસલ છે.
દમણના રહેવાસી એવા શ્રી ભૂષણ મહેન્‍દ્ર ઓઝાની માતા શ્રીમતી રજનીબેન મહેન્‍દ્ર ઓઝા દમણમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરી નિવૃત્ત થઈ ચુક્‍યા છે.

Related posts

વાપી, દમણ અને દાનહના પાલ સમાજનો સેલવાસમાં યોજાયો હોળી સ્‍નેહમિલન સમારંભ

vartmanpravah

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

Leave a Comment