Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

બી.કે.યુવા મંડળે પદયાત્રા કાર્યક્રમમાં દાનહના પ્રસિદ્ધ તારપા નૃત્‍યની કરેલી સુંદર પ્રસ્‍તુતિઃ મંડળને રૂા.61,000ની ધનરાશિ, સ્‍મારક ચિન્‍હ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: ભારત સરકાર રમત-ગમત અને યુવા કાર્યક્રમ બાબતોના મંત્રાલય અંતર્ગત ‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીસગઢના જશપુર ખાતે ‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના 13 જેટલા યુવાઓએ ભાગ લીધો હતો. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 21 રાજ્‍યો અને બે સંઘપ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. દાદરા નગર હવેલીના યુવાઓ માટે આ ગર્વની ક્ષણ હતી કે તેઓ રાષ્ટ્રીય સ્‍તર પર પોતાના પ્રદેશની સંસ્‍કૃતિને પ્રસ્‍તુત કરી શક્‍યા.
આ અવસરે નેહરૂ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના યુવાઓએ તારપા નૃત્‍યની સુંદર પ્રસ્‍તુતિ કરીને ઉપસ્‍થિત સૌનુ મન મોહી લીધું હતું. શાનદાર પ્રદર્શન માટે નેહરૂ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના સભ્‍યોને રૂા.61,000ની ધનરાશિ,સ્‍મારક ચિન્‍હ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ સિદ્ધિ બદલ શ્રીમતી મનસા અને નેહરૂ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના તમામ સભ્‍યોએ જિલ્લા કલેક્‍ટરશ્રીને મળીને એમની ઉપલબ્‍ધિ અંગે જાણકારી આપી હતી. બી.કે.યુવા મંડળની સફળતા પાછળ નહેરુ યુવા કેન્‍દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાના નિર્દેશન અને માર્ગદર્શનની મુખ્‍ય ભૂમિકા રહી હતી. જેઓની પ્રેરણાથી બી.કે.મંડળે આ ઉપલબ્‍ધિ હાંસલ કરી છે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં શિક્ષક દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment