September 25, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11437 Posts - 0 Comments
Breaking Newsગુજરાતવલસાડ

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah
નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના...
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 સેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડે આખા ભારતમાં સક્રિય ગતિશીલતાને પ્રોત્‍સાહિત કરવા માટે ફ્રીડમ ટુ વોક અને સાયકલ અંતર્ગત એમઓએચયુએ ગોલ...
Breaking Newsતંત્રી લેખદમણ

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 આજે ભગવાન રામના પ્રાગટય દિન નિમિત્તે સમગ્ર દમણ રામમય બની ગયું હતું. ભગવાન રામની શોભાયાત્રામાં સંપૂર્ણ દમણ ઉમટી પડયું...
Breaking Newsતંત્રી લેખદમણદેશસેલવાસ

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah
દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ ચેરમેન પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍યના માર્ગદર્શન અને એક્‍ઝિક્‍યુટીવ સેક્રેટરી અસ્‍પી દમણિયાના પ્રયાસથી પ્રગતિના અનેક સોપાનો સર કરી રહી છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah
સંઘપ્રદેશના તત્‍કાલિન પ્રશાસક નરેન્‍દ્ર કુમાર દ્વારા 10મી એપ્રિલ,ર01રના રોજ દાનહના તત્‍કાલિન સાંસદ નટુભાઈ પટેલ પાસે 8 અને દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના સાંસદનિધિમાંથી પ એમ્‍બ્‍યુલન્‍સની ફાળવણીથી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

vartmanpravah
14મી એપ્રિલે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે ભામટી પ્રગતિ મંડળના સહયોગથી રેલીનું આયોજન મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવનના ઓડિટોરીયમમાં રેલી વિશેષ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah
સોપાની માતા ગ્રુપ દ્વારા આયોજીત રામ નવમી મહોત્‍સવમાં ભાવિકભક્‍તજનોની લાગેલી ભીડ : મહાપ્રસાદનો પણ લીધેલો લાભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 આજે દમણવાડાના બારિયાવાડ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah
સમગ્ર રાષ્‍ટ્રમાં સર્વધર્મ સમભાવનું પ્રતિક બનેલું નાની દમણનું મિટનાવાડ રામ મંદિર પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મીઠાણી દ્વારા આઠ વર્ષ પહેલા મિટનાવાડ રામ મંદિરનું...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10 શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ વાપી દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ તથા હનુમાનજીની ઝાંખી કરાવતા રથ...
Breaking Newsગુજરાતચીખલીવલસાડવાપી

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah
યજ્ઞ સ્‍થળે પ્રગટેશ્વર ધામના ધર્માચાર્ય પૂ. પ્રભુદાદાના સાનિધ્‍યમાં ધજારોહણ કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10 પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પૂ. પ્રભુદાદા અને રમાબાના...